07/26/2025
જય હો ખંભાત
************
સિલ્વર જ્યુબિલિ પિકનિક
🇮🇳🇺🇸🇮🇳🇺🇸🇮🇳🇺🇸🇮🇳🇺🇸🇮🇳🇺🇸🇮🇳🇺🇸
ખંભાતી સમાજ ઓફ અમેરિકાની સમર પિકનિક 19th જુલાઈના રોજ એડિસન, રુઝવેલ્ટ પાર્કમાં રાખવામાં આવી હતી. પિકનિકમાં ખંભાતના જુદા જુદા રાજ્યમાંથી વિશાળ સંખ્યામાં ખંભાતી ભાઈ - બહેનોએ હાજરી આપી હતી. પિકનિકમાં સવારની શરૂઆત ખંભાતી મેથીના ગોટા - ગાંઠીયા - જલેબી - ચા - કોફીની મઝા માણી હતી, ત્યાર બાદ બધા એક બીજાને મળીને ખૂબજ આનંદ માંણ્યો હતો. ત્યારબાદ બપોરે બ્રેકફાસ્ટમાં
મુંબઈ સ્ટાઈલ મિસરપાઉં, મગની દાળનો શિરા નું ભોજન લઈ ખૂબજ આનંદ માણ્યો હતો.
ત્યારબાદ ખંભાતથી પધારેલ ખંભાત મતવિસ્તારના MLA શ્રીમાન ચિરાગભાઈ પટેલ
ની હાજરીથી પિકનિકના આનંદમાં સોનામાં સુગંધ ભરે એવો ખંભાતિઓમાં ઉસ્તાહ
દેખાતો હતો. ખંભાતી સમાજ ઓફ અમેરિકા તરફથી પ્રમુખશ્રી ભુપેન્દ્રભાઈના હસ્તે ફૂલોથી ભવ્ય સ્વાગત- સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાગતમાં સાથે તમામ કમિટિ મેમ્બર્સ જોડાયા હતા, ચિરાગભાઈએ ત્યારબાદ તેમની આગવી શૈલીમાં તેમનું ભાષણ આપ્યું હતું, તમામ ખંભાતિજનોએ તેમના સુંદર ભાષણનો આનંદ માણ્યો હતો, તમામ હાજર રહેલા ખંભાતીને હૃદયથી વચન આપ્યું હતુંકે હવે તમો તમારા વતનમાં આવશો તો તમને પીવા માટે મીઠાં પાણીનો સ્વાદ માંણસો.
ત્યારબાદ ચિરાગભાઈના સ્વહસ્તે ખંભાતી સમાજ ઓફ અમેરિકાએ 25 વર્ષ પુરા થયા તેની ઉજવણી કેક કાપીને ખંભાતી સમાજના તમામ કમિટિ મેમ્બર્સનો અને ખંભાતિજનોનો તેમનું અમેરિકાની ધરતી પર સ્વાગત - સન્માન કર્યું તે બદલ ખૂબ- ખૂબ આભાર માન્યો હતો, અને ખાસ જણાવ્યુ કે હું અમેરિકા આવ્યો અને મને સમાચાર મળ્યા કે ન્યૂજર્સીમાં ખુબજ મોટી સંખ્યામાં ખંભાતિજનો અમેરિકાની પાવન ધરતી પર સમૂહમાં ભેગા થવાના છે, વતનથી આટલે દૂર જો મારા વહાલા ખંભાતિઓને મળવા હું આતુરતાથી રાહ જોઈને મારી ઈચ્છા મેં પુરી કરી.
ત્યારબાદ સમાજના પ્રમુખશ્રીએ ખંભાતી સમાજે 25 વર્ષ પુરા કર્યા તેના માંનમાં ખંભાતી સમાજના બોર્ડ ઓફ ડાઈરેક્ટર તથા તમામ કમિટી મેમ્બર્સનું 🌹 ફૂલોથી સ્વાગત કર્યું હતું.
સાથે સાથે ખંભાતી સમાજે પિકનિકમાં હાજર રહેલા ખંભાતના જુના ગુરુજનો (શિક્ષકો) શ્રી ચીમનભાઈ પટેલ તથા મનહરભાઈ પંડ્યા ( M. K. Pandya) નું હૃદયપુર્વક ફૂલોથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મનહરભાઈ પંડ્યાની grand daugher swayan bhatia નું બોલિવૂડ મૂવી (zombies4) રિલીઝ થયું તેની જાહેરાત કરી હતી, તેના માનમાં M. K. પંડ્યાએ તમામ ખંભાતિજનોને Icecreem આપી ખુશી માણી હતી.
ત્યારબાદ પ્રમુખશ્રીએ તમામ ખંભાતીજનોનો
પિકનિકમાં હાજર રહેવા બદલ આભાર માન્યો હતો. ખાસ પ્રમુખશ્રી એ વર્ષોથી પોતાના ખર્ચે પિકનિકનું રજીસ્ટ્રેશન કરાવવા બદલ શ્રીમાન પ્રકાશભાઈ સોમપુરાનો આભાર માન્યો હતો,
ત્યારબાદ પ્રમુખશ્રીએ જે ખંભાતીજનો એ પિકનિકમાં આર્થીક સહાય કરી (ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપી) તેમનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો, જેમાં ખાસ મહેશભાઈ પટેલનો આભાર માન્યો હતો ( ગયા વર્ષે પણ મહેશભાઈ ના ફેમિલીમાંથી મોટી રકમની આર્થિક સહાય કરી હતી) જીતુભાઇ ફડિયા પણ દર વર્ષે પિકનિકમાં આર્થિક સહાય કરે છે. પીનલભાઈ.એમ.પટેલ પણ અચૂક પિકનિક માં સહાય કરે છે, આ લોકોનો ખૂબ- ખૂબ આભાર માને છે ખંભાતી સમાજ ઓફ અમેરિકા.
બીજા પણ જે ખંભાતી ભાઈઓએ પિકનિક માં આર્થિક સહાય કરી છે તેમનો પણ ખંભાતી સમાજ હૃદયપૂર્વક આભાર માને છે, માફ કરજો બધા સહાયકોનું લિસ્ટ લખી નથી શકતો.
પ્રમુખશ્રીએ ખાસ જે ખંભાતી ભાઈઓએ પિકનિકની શરૂઆત થી અંત સુધી ખૂબજ
મહેનત કરી તેમનો હૃદયપૂર્વક ખંભાતી સમાજ ખૂબ- ખૂબ આભાર માને છે.
અંતમાં તમામ ખંભાતિજનોએ ખંભાતી ભોજનનો સ્વાદ માણી આવતાવર્ષે ફરી ભેગા થઈશુ તેવું વચન આપી છુટા પડ્યા હતા
ખંભાતી સમાજ ઓફ અમેરિકા
************************
ખંભાતી સમાજના તમામ કમિટી મેમ્બર્સ
Bord of director,
Prakash Sompura, Jitubhai Fadia, Sunil Patel
President : Bhupen Shah
Vice - President : Kamal Patel
J. Secretary : Mihir Brahambhat
Treasurer : Pinal Patel
All Committee Members :
Vipul Patel - Rashen Patel - Ashok Patel - Viran Patel - Jaimin Patel - Thakorbhai Parekh.
તમામ ખંભાતિજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
તમારી સહાય એજ ખંભાતી સમાજનો વિકાસ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks,
પ્રમુખશ્રી
Bhupen Shah