20/01/2025
કલ્પના કરો કે જો ઊંચા, બરફથી ઢંકાયેલા પહાડ, જ્યાંનું તાપમાન -40°C હોય; ત્યાં પર નાની એવી એક જગ્યા હોય, જે વિના Fuel કે electricity વિના ચાલતી હોય, અને અંદરથી ગરમ, આરામદાયક અને 15°C રહે, તો? આ કલ્પનાને Dtech 360 Innovations નામના ભારતીય સ્ટાર્ટઅપે સાચે જ બદલી નાખી છે. તેમણે પૂરી રીતે Made-in-India Peak Pods બનાવ્યા છે; જેને ઠંડા અને કઠોર વાતાવરણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. પોતાની OASIS Technologyના ઉપયોગથી તેમણે આ Pods બનાવ્યા છે. આ Pods રિલોકેટેબલ છે, એટલે કે તેમને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે.
આ High-altitude Habitats, સેના માટે તો એક અદભુત ઇનોવેશન છે જ, સાથે જ તેને Eco-tourism, Emergency Hospitals, અને Disaster Relief Operations માટે વરદાન માનવું પણ ખોટું નહીં હોય. આ છે આ સ્વદેશી Peak Podsની કેટલીક કમાલની ખાસિયતો:
Bio-Toilets: Human Wasteને તે Grey Waterમાં બદલીને Hygiene અને Sustainabilityને કાયમ રાખે છે.
Solar-Powered Energy: લાઈટ, પંપ અને ચાર્જિંગ પોઈન્ટ Off-grid Energyથી ચાલે છે અને zero emission થાય છે!
કઠોર અને ઠંડા વાતાવરણ માટે: તે 190 km/h સુધીની હવાઓને સહન કરી શકે છે અને બરફવર્ષામાં પણ ટકી શકે છે.
Modular અને Relocatable: Lightweight હોવાના કારણે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે, સરળતાથી કાઢી અને એસેમ્બલ કરી શકાય છે.
Smart Climate Control: અંદરના તાપમાન, CO2, અને O2 લેવલને કંટ્રોલ કરી શકે છે.
સુવિધાજનક ડિઝાઇન: જરૂરિયાત પ્રમાણે તેમના સાઈઝ અને શેપને એડજસ્ટ કરી શકાય છે.
Peak Podsને બનાવ્યા પછી લદ્દાખમાં ટેસ્ટ પણ કરવામાં આવ્યું છે. વિના Kerosene Heaters કે મોંઘા External Powerના, -40°C ટેમ્પરેચરમાં પણ તે અંદરથી આરામદાયક છે. છે ને આ કમાલનું ઇન્નોવેશન?
[Modular habitats for sub-zero temperatures, bio-toilets, portable shelters, OASIS Technology, Peak Pods]